Gujarat

મીઠીકુઇ સર્કલ પાસે શક્તિ કોટનમાં આગ લાગતાં બે ફાયર બ્રિગેડની ટીમે કાબૂ મેળવ્યો

ધોળકામાં મીઠીકુઇ સર્કલ પાસે આવેલા શક્તિ કોટન જીનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કપાસના જીનમાં રહેલા રૂમાં આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. તાત્કાલિક ધોળકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની બે ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગવાના કારણની તપાસ હજુ ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.