સાવરકુંડલા તાલુકાની તમામ શાળાઓમા એસ.એમ.સી. કમિટીની બેઠકનું આયોજન થયેલ. શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં તા.૨૪ માર્ચના રોજ તાલુકાની તમામ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠકનું આયોજન થયેલ જેમાં એસ. એમ. સી.ના સભ્યોને શાળા કક્ષાએ એમની ફરજ અને જવાબદારી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે બી.આર.સી.કો.ઓ વિપુલભાઈ દુધાત અને સી.આર.સી. મુસ્તાકભાઈ જાદવ દ્વારા પે.સે.-૧ તાલુકા શાળા ખાતે એસ.એમ.સી બેઠકમાં હાજર રહી સભ્યોને માર્ગદર્શન આપેલ તેમજ જિલ્લા ટીચર્સ ટ્રેનિંગ કો. ઓ. કનુભાઇ જાદવ દ્વારા ટેલિફોનિક માર્ગદર્શન આપેલ અને અભિનંદન આપેલ
બિપીન પાંધી સાવરકુંડલા

