સાવરકુંડલા ખોડલધામ સમિતિ દ્વારા કન્વીનર મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ગામમાંથી કન્વીનરની નિમણૂંક કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ખોડલધામ નેસડીથી પધારેલા સંત લવજીબાપુએ આશિર્વચન પાઠવ્યા હતા. પ્રકાશભાઈ પાનસુરીયાએ આવેલા તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ખોડલધામનાં ટ્રસ્ટી રમેશભાઈ કાથરોટીયાએ ટ્રસ્ટની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

જિલ્લા કન્વીનર સુરેશભાઈ દેસાઈએ કન્વીનરોની ફરજ અને સંગઠનની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા કન્વીનર કરશનભાઈ ડોબરીયાએ સંગઠનનાં મહત્વ વિશે સમજાવ્યું હતું. મનુભાઈ ડાવરાએ સમાધાનપંચ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.


આભારવિધિ નયનાબેન કાપડીયાએ કરી હતી. આ તકે દેવચંદભાઈ કપોપરા, મનુભાઈ દેસાઈ, દકુભાઈ ભુવા, દયાળભાઈ સંઘાણી, કાળુભાઈ સુહાગીયા, રીધેશભાઈ નાકરાણી, અરજણભાઈ કોરાટ, મુકેશભાઈ લીંબાસીયા, રામભાઈ ગજેરા, રાજુભાઈ ફીણવિયા, બટુકભાઈ શિયાણી, ધીરૂભાઈ વઘાસીયા, દીપકભાઈ બોઘરા, નિકુંજભાઈ જીયાણી, પાર્થ સુતરીયા, ઋચિત માંગરોળીયા, સુરેશભાઈ ગજેરા, ભનુભાઈ ડોબરીયા, ઘનશ્યામભાઈ જીયાણી, રસીકભાઈ વેકરીયા, હિરેનભાઈ વેકરીયા, હિતેશભાઈ જીયાણી, ચિરાગ વિરાણી, જીતુભાઈ કાછડીયા, વિનુભાઈ બુહા, જે.પી. હિરપરા, જયસુખભાઈ ઠુંમર, ભાવેશભાઈ સભાયા, હિંમતભાઈ વિરાણી, ઘનશ્યામભાઈ કસવાળા, અરવિંદભાઈ કોઠીયા, વનમાળીભાઈ બુહા, દિવ્યેશભાઈ સંઘાણી, હિંમતભાઈ લાખાણી, ભરતભાઈ ચોડવડીયા, રજનીભાઈ ડોબરીયા, ભરતભાઈ સેલડીયા, ચીમનભાઈ અકબરી, મિતેશભાઈ વાટલીયા, જયંતિભાઈ વાટલીયા, ચંદ્રેશભાઈ રામાણી, પ્રવિણભાઈ વિરાણી, મુકેશભાઈ પાનસુરીયા, પ્રવિણભાઈ ઉકાણી, ભરતભાઈ જાગાણી, મનુભાઈ ડોબરીયા, મહેન્દ્રભાઈ ડોબરીયા, ભાવેશભાઈ ખુંટ, મનસુખભાઈ સાવલીયા, જગદીશભાઈ રૈયાણી, મહેશભાઈ જીયાણી, રમેશભાઈ જીયાણી, ગુણવંતભાઈ દેસાઈ, બાબુભાઈ બરવાડીયા, પારસબેન બોઘરા, નયનાબેન ડોબરીયા, રક્ષાબેન શિંગાળા, દયાબેન સોજીત્રા, ગીતાબેન કચ્છી, જયાબેન દોમડીયા, કિરણબેન દેવાણી સહિતનાં આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા