રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી અવિરત ચાલી રહી છે. ત્યારે જેતપુર–નવાગઢ નગરપાલિકા ખાતે ગત તા. ૨૪ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૨૪ અને સ્વચ્છતાની આઇ.ઈ.સી. પ્રવૃત્તિ અન્વયે સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત ગાંધીનગરથી આવેલી એજન્સી દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કલાકારોએ ડાયરાની પ્રસ્તુતિ કરીને લોકોને ખાનગી અને જાહેર સ્થળોએ સાફસફાઈ રાખવા તેમજ સૂકાં કચરા અને ભીના કચરાનું વર્ગીકરણ કરીને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સમજ આપી હતી. આમ, જેતપુર–નવાગઢમાં લોકડાયરાની રંગત જમાવીને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

