ધોરાજીમાં વાલ્મિકી સમાજ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને સફાઈ કામદારની કાયમી ભરતી સહિતના પ્રશ્રો હલ કરવા રજૂઆત કરાઈ છે.
ધોરાજી વાલ્મિકી સમાજના પ્રમુખ આશિષભાઈ જેઠવા તથા સમાજના આગેવાનોએ પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી જણાવ્યું હતું કે હાલમાં ધોરાજી પાલિકામાં 250 જેટલા સફાઈ કામદારોની જરૂરિયાત છે, જેની સામે માત્ર 92 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેના હિસાબે ધોરાજીની જે પ્રકારે સફાઈ થવી જોઈએ તે થઈ રહી નથી અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
પાલિકામાં 250 જેટલા સફાઈ કામદારોની રોજમદાર તરીકે ભરતી અને વાલ્મીકી સમાજના સ્મશાનમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તે વ્યવસ્થિત કરી અને રેલીંગ કરી સમાજને સોંપવામાં આવે તથા તા. 10 સુધીમાં વાલ્મિકી સમાજના પ્રશ્નો હલ ન થાય તો નાછૂટકે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

