વિશ્વ પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જૂને ૮ એપ્રિલના રોજ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ‘ની ઘોષણા કરી છે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવશે.
આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાંથી ૨૫૦ કરોડ રુપિયા તો ફક્ત વીએફએક્સ માટે ખર્ચાશે તેવો દાવો થઈ રહ્યો છે.
એક દાવા અનુસાર અલ્લુ અર્જુન પોતે આ ફિલ્મ માટે ૨૦૦ કરોડ રુપિયાની ફી લેવાનો છે. આ ઉપરાંત અલ્લુ અર્જુને ફિલ્મના નફામાં પોતાનો ૧૫ ટકા હિસ્સો પણ રાખ્યો છે.
આ મેગા બજેટ ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબર માસથી શરુ થવાની ધારણા છે.