સાવરકુંડલા શહેરમાં આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વોર્ડ નંબર પાંચમાં વિકાસના કામોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમાં ઉપસ્થિત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ તેનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે તેમને સાવરકુંડલાનો સર્વાંગી વિકાસ કેમ થાય તેમાં જ રુચિ છે.
આ સંદર્ભે વિકાસ માટે ન ભૂતો ન ભવિષ્યતિ એવા સાવરકુંડલાના વિકાસ માટે અબજો રૂપિયાની ગ્રાન્ટો લાવી સાવરકુંડલાની વિકાસની હારમાળા સર્જવાની નેમ સિવાય બીજી કોઈ બાબતમાં રસ નથી. તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી તેમજ ચેરમેન અશોકભાઈ ચૌહાણ તેમજ બાંધકામ સમિતિના ચેરમેન લાલાભાઇ ગોહિલ. સર્વના સહયોગથી વોર્ડ નંબર પાંચમાં ૯ કરોડ રૂપિયાના વિકાસ કામો થઈ રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય કામગીરી ગણાય.. આ તકે સાવરકુંડલા લીલીયાના માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે અહીં કોમ્યુનિટી હોલ તથા રોડ લોકાર્પણ કરવામાં આવ્યું આતકે અનુસૂચિત જાતિ મોરચા અમરેલી જિલ્લા પ્રમુખ કેશુભાઈ વાઘેલા તથા શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ , નગરપાલિકા સદસ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદાશ્રીઓ પ્રમુખશ્રીઓ તેમજ વોર્ડ નંબર પાંચના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસના કામો કરવા બદલ વોર્ડ નંબર પાંચના સદસ્ય પતિ કરશનભાઈ આલ અને સદસ્ય કેશવભાઈ બગડાએ ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સમેત તમામનો આભાર માન્યો હતો .
બિપીન પાંધી સાવરકુંડલા તા.