માંગરોળ સમગ્ર અનુસુચિત જાતિ અને તમામ સમાજના આગેવાનો સાથે આજે ડો.બાબા સાહેબ ની જન્મ જયંતી ની ઉજવણી નિમિતે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ રેલીમાં માંગરોળ માળીયા ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નગર પાલીકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, ભાજપ રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી, દલિત સમાજ પટેલ વરસિંગ ભાઇ, એડવોકેટ મનિષભાઇ ગોહેલ, ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, ભાણજીભાઈ ગોહેલ સહિત તમામ સમાજના પ્રમુખો અને આગેવાનો અને નગર સેવકો રાજકીય નેતાઓ જોડાયા હતા તાલુકા પંચાયત પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજી ના સ્ટેચ્યુને આગેવાનો દ્વારા ફુલ હાર કરી જય ભીમ ના નારા લગાવ્યા હતા
લીમડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમાજના આગેવાનો નું ફુલ હાર કરી સન્માન કરવામાં આવ્યું હતું

યુવાનો અને મહિલાઓ જય ભીમ નારા સાથે ડીજે ના તાલે ઝૂમ્યા હતા આ રેલી માંગરોળ નગર પાલિકા કચેરી, મામલતદાર કચેરી , તેમજ તાલુકા પંચાયત અને ડી વાય એસ પી કચેરી એ પહોંચી ડો.બાબા સાહેબ ની તસ્વીર ને ફુલહાર કરવામાં આવ્યા હતા,
દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડો. ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે. મહાન સમાજ સુધારક બંધારણ નાં ઘડવૈયા હતા તેમણે દેશને એક એવું સંવિધાન આપ્યું જે આજે પણ લોકતંત્રનો મજબૂત પાયો બનેલો છે
આ રેલી શહેરના મુખ્ય માર્ગોમા ફરી માંગરોળ વણકર સમાજના ભવન ખાતે પહોંચી સમાજ દ્વારા સૌનો આભાર માની પૂર્ણ કરવાં આવી હતી,
રિપોર્ટર/ વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

