Entertainment

ખોટા દાવાઓ અને અફવાઓ પર વિશ્વાસ ન કરવો જાેઈએ: વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી

સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં

છેલ્લા ૪-૫ દિવસ થી સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના વિવેક દહિયા સાથે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે, ત્યારે હવે વિવેકે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

વિવેક તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયો હતો અને જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘અમને આ સમાચાર સાંભળીને આનંદ થઈ રહ્યો છે. દિવ્યાંકા અને હું હસીએ છીએ. આઈસ્ક્રીમ ખાતી વખતે અમને લાગે છે કે જાે આ અફવા વધુ લાંબી થશે તો અમે પોપકોર્ન પણ ઓર્ડર કરીશું.‘

વિવેકે કહ્યું હતું કે, આ સમાચારમાં બિલકુલ સત્ય નથી, પરંતુ તે અને દિવ્યાંકા તેમના પર હસી રહ્યા છે. એક્ટરે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે “અમે તેનો આનંદ માણી રહ્યા છીએ. દિવ્યાંકા અને હું તેના પર હસતા હતા. અમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા અને અમે વિચાર્યું, ‘જાે આ લાંબો થશે, તો અમે પોપકોર્ન પણ મંગાવી લઈશું.”

વધુમાં વિવેકે અપીલ પણ કરી હતી કે આવા ખોટા દાવાઓ અને અફવાઓ પર વિશ્વાસ ન કરો. એક્ટરે કહ્યું, “હું યુટ્યુબ પર વીડિયો બ્લોગ પણ બનાવું છું. મને ખબર છે કે ક્લિકબેટ કેવી રીતે કામ કરે છે. તમે કેટલીક સનસનાટીભરી વસ્તુઓ અપલોડ કરો છો, અને લોકો તેને જાેવા આવે છે, પરંતુ આપણે આવા ખોટા દાવાઓને પ્રોત્સાહન ન આપવું જાેઈએ.”