ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તાજેતરમાં એક ચોંકાવનારો ર્નિણય લીધો હતો અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને સહાયક કોચ અભિષેક નાયરને ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાંથી હટાવી દીધા હતા ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઈપીએલ ૨૦૨૫ માં અભિષેક નાયર કેકેઆર ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ ગયો છે. કેકેઆર દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.
અભિષેક નાયર કોલકાતા નાઈટ રાઈડર્સમાં પરત ફર્યો છે. દ્ભદ્ભઇ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અભિષેક નાયરને તેના કોચિંગ સ્ટાફમાં જોડાવાની જાહેરાત કરી હતી. જોકે, ડિફેન્ડિંગ ચેમ્પિયન દ્ભદ્ભઇ ટીમે સ્પષ્ટ કર્યું નથી કે તે કોચિંગ સ્ટાફમાં શું ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં જોડાતા પહેલા, નાયર ૨૦૨૪ની આઈપીએલ સીઝન દરમિયાન દ્ભદ્ભઇ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો, જ્યારે ટીમે તેનું ત્રીજું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.
તાજેતરમાં, અભિષેક નાયરને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના સહાયક કોચના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, ટીમના કોચિંગ સ્ટાફને લઈને લેવામાં આવેલા ર્નિણયો અંગે બીસીસીઆઈએ હજુ સુધી કંઈ કહ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ભારતના સતત ખરાબ ટેસ્ટ પ્રદર્શનને કારણે આવું થયું છે. તમને જણાવી દઈએ કે ૨૦૨૪માં ભારત હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ૩-૦થી સિરીઝ હારી ગયું હતું. આ પછી ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ૩-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.

