National

ગુજરાતના પ્રદેશ પ્રમુખની વરણી પહેલા સૂચક મુલાકાત, રાજ્યના વિવિધ વિકાસ કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.

ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીની તૈયારીઓ ચાલી રહી છે. તે પહેલા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.

PM અને CMની આ મુલાકાત દરમિયાન રાજ્યના વિવિધ વિકાસ કામો ઉપરાંત પ્રદેશ પ્રમુખની વરણી મુદ્દે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે.