Gujarat

વાહન ચેકિંગ, કાળા કાચ દૂર કરાવ્યા, નશામાં ડ્રાઇવિંગ કરનારા પકડાયા

જામનગર જિલ્લા પોલીસે શરીર સંબંધિત ગુના અટકાવવા અને શસ્ત્ર યોજના અંતર્ગત વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

સીટી ‘બી’ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી.ઝા અને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, સોઢા તથા તેમની ટીમે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. રામેશ્વર નગર, પુનિત નગર, ગાંધીનગર, રેલ્વે સ્ટેશન રોડ અને પાંચ બંગલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કાળા કાચવાળા વાહનોની તપાસ કરી કાળી ફિલ્મ દૂર કરાવી. નશાની હાલતમાં વાહન ચલાવતા લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શરીર સંબંધિત ગુના અટકાવવા માટે નાકાબંધી કરી આવતા-જતા વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મોટી સંખ્યામાં વાહનોની તપાસ કરી શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની ચકાસણી કરી હતી.