ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધથી ભારતને મોટો ફાયદો
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધનો ફાયદો ભારતની કંપનીઓ ને મળી શકે કે છે સિડહોજ ફાયદો, ચીને બોઇંગ કંપનીના વિમાનની ખરીદી નકારી કાઢવામાં આવી છે. હવે ભારત તેને ખરીદવામાં રસ દાખવી શકે છે. એક અહેવાલ મુજબ, એર ઇન્ડિયા લિમિટેડ બોઇંગ કંપની પાસેથી વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે.
જાે મીડિયા સૂત્રો દ્વારા આપવામાં આવેલ અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એર ઇન્ડિયા ૩૦ થી ૪૦ વાઈડ બોડી એરક્રાફ્ટ ખરીદી શકે છે. આ બાબતે તે બોઇંગ અને એરબસ સાથે વાતચીત કરી રહી છે. આમાં એરબસ છ૩૫૦ અને બોઇંગ 777x મોડેલનો સમાવેશ થાય છે. જૂનમાં પેરિસ એર શો દ્વારા અંતિમ માળખું જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રો થકી મળતી માહિત અનુસાર, બોઇંગ કંપનીના વિમાનોની કિંમતો વિશે વાત કરીએ, તો તે તેના કદ અને સુવિધાઓ પર આધાર રાખે છે. સામાન્ય રીતે એક બોઇંગ વિમાનની કિંમત ૪૦૦૦ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. જાેકે, શરૂઆતની કિંમતના વિમાન આના કરતા સસ્તા હશે. સ્ટેટિસ્ટાની વેબસાઇટ અનુસાર, બોઇંગ ૭૩૭ મેક્સની કિંમત ૯૦૦ થી ૧૧૦૦ કરોડ રૂપિયા સુધીની છે. આ એક પેસેન્જર વિમાન છે, જેનો ઉપયોગ ટૂંકા અંતરની ફ્લાઇટ્સ માટે થઈ શકે છે. બોઇંગ ૭૭૭ ની કિંમત ૨૫૦૦ કરોડ રૂપિયાથી ૩૫૦૦ કરોડ રૂપિયા સુધીની છે. આ એક મોટા કદનું વિમાન છે. તેમાં ૩૦૦ થી ૪૦૦ મુસાફરો બેસી શકે છે.

