National

મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેરની ખરીદી ચાલુ છે

કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર ર્નિભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ૨૦૨૪-૨૫ના ખરીદી વર્ષ માટે રાજ્યના ઉત્પાદનના ૧૦૦% સમકક્ષ ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસુરની ખરીદીને મંજૂરી આપી છે.

સરકારે ૨૦૨૫ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે દેશમાં કઠોળમાં આર્ત્મનિભરતા હાંસલ કરવા માટે ૨૦૨૮-૨૯ સુધીના ચાર વર્ષ માટે રાજ્યના ઉત્પાદનના ૧૦૦% તુવેર, અડદ અને મસુરની ખરીદી કેન્દ્રીય નોડલ એજન્સીઓ જેમ કે NAFED અને NCCF દ્વારા કરવામાં આવશે.

તે મુજબ, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ખરીફ ૨૦૨૪-૨૫ સીઝન દરમિયાન ભાવ સહાય યોજના હેઠળ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં કુલ ૧૩.૨૨ ન્સ્ તુવેર દાળની ખરીદીને મંજૂરી આપી છે. મંત્રીએ ખેડૂતોના હિતમાં આંધ્ર પ્રદેશમાં ખરીદીનો સમયગાળો ૯૦ દિવસથી આગળ ૩૦ દિવસ લંબાવીને આગામી મહિનાની ૨૨ તારીખ સુધી વધારવાની પણ મંજૂરી આપી છે.

આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં NAFED અને NCCF દ્વારા MSP પર ખરીદી ચાલુ છે અને આ મહિનાની ૨૨ તારીખ સુધી આ રાજ્યોમાં કુલ ૩.૯૨ LMT તુવેર દાળની ખરીદી કરવામાં આવી છે. જેનાથી આ રાજ્યોના ૨,૫૬,૫૧૭ ખેડૂતોને ફાયદો થયો છે.