એપલ અને મેટા કંપની ની તકલીફોમાં વધારો
યુરોપિયન યુનિયન એપલ અને મેટા કંપની પર મસમોટો દંડ ફટકાર્યો છે. ઈેંએ બંને કંપનીઓ પર ૭૦૦ મિલિયન યુરો (લગભગ ૬,૮૨૩ કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે એપલને ૫૦૦ મિલિયન યુરો (લગભગ ૪૮૭૪.૨૫ કરોડ રૂપિયા) અને મેટાને ૨૦૦ મિલિયન યુરો (લગભગ ૧૯૪૯.૭૦ કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ યુરોપિયન યુનિયન એન્ટિટ્રસ્ટ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવ્યો છે.
મેટાએ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલાઇઝ્ડ એડ જાેવા અથવા તો તે ન જાેવાનું પસંદ કરવા માટે પેમેન્ટની માગ કરી હતી.જાે કે આ વખતે ફટકારવામાં આવેલા દંડ અગાઉના અબજાે ડોલરના દંડ કરતાં ઓછો હતો. અગાઉ ઇયુએ મોટી ટેક કંપનીઓને એન્ટિ ટ્રસ્ટ કેસમાં અબજાે ડોલરનો દંડ ફટકાર્યો હતો. એપલ અને મેટાએ આ ચુકાદાનો ૬૦ દિવસમાં પાલન કરવાનું રહેશે. આ ર્નિણય તો માર્ચમાં જ લેવાનો હતો, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલી ટ્રેડ વોરના કારણે તેમા વિલંબ થયો હતો. ટ્રમ્પ વારંવાર ફરિયાદ કરતાં હોય છે કે બ્રસેલ્સના નિયમનો અમેરિકન કંપનીઓને અસર કરે છે.
એપલ અને ફેસબૂકને આ દંડ ઇયુ ડિજિટલ માર્કેટ્સ એક્ટ હેઠળ ફટકારવામાં આવ્યો છે. આ કાયદો ડીએમએ તરીકે પણ જાણીતો છે. બંને કંપનીઓએ સંકેત પાઠવ્યા છે કે તેઓ આ ચુકાદા સામે અપીલમાં જશે. એપલનો આરોપ છે કે કમિશન તેમને અયોગ્ય રીત લક્ષ્યાંક બનાવી રહ્યું છે અને જણાવ્યું હતું કે કંપનીના નિયમોનું પાલન કરવાના પ્રયત્નો છતાં તે સતત ગોલપોસ્ટ બદલતું રહ્યું છે.
મેટાના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જાેએલ કલ્પને જણાવ્યું હતું કે કમિશન ગણ્યગાંઠયા સફળ અમેરિકન કારોબારોને પંગુ બનાવી દેવા માંગે છે. તેની સાથે તે યુરોપીયન અને ચાઇનીઝ કંપનીઓને છૂટ આપે છે. આ તેઓના બેવડા ધોરણો છે. કમિશનના પ્રવક્તા થોમસ રેગ્નિયરે જણાવ્યું હતું કે અમને કંપનીના માલિક કોણ છે તેની જરા પણ પરવા નથી, પછી તે અમેરિકન હોય, યુરોપીયન હોય, ચાઇનીઝ હોય કે ગમે તે હોય. અમારે ફક્ત નિયમોનું પાલન થાય તે જાેવાનું છે.
આ મામલે મેટાએ પણ ઈેંના આ ર્નિણયની ટીકા કરી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘યુરોપિયન કમિશન સફળ અમેરિકન વ્યવસાયોને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ચીની અને યુરોપિયન કંપનીઓને અલગ અલગ ધોરણો હેઠળ કામ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.‘ મેટાએ કહ્યું, ‘આ દંડ વિશે નથી, કમિશન અમારા પર બિઝનેસ મોડેલ બદલવા માટે દબાણ કરી રહ્યું છે.‘ મેટા પર કરોડો ડોલરના ટેરિફ લાદીને, અમે હલકી ગુણવત્તાવાળી સેવા પૂરી પાડવાની અપેક્ષા રાખીએ છીએ.

