Sports

ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર‘ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચને મળી ધમકી

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર‘ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના જીૐર્ં અને સેન્ટ્રલ દિલ્હીના ડ્ઢઝ્રઁના જણાવ્યા અનુસાર, ગંભીરે ઔપચારિક રીતે હ્લૈંઇ નોંધવાની વિનંતી કરી હતી.

મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગંગૌતમ ભીરને ૨૨ એપ્રિલના રોજ બે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. એક ઈમેલ બપોરે અને બીજાે સાંજે આવ્યો હતો. બંને પર ‘આઇ કીલ યુ‘ મેસેજ લખેલો હતો. આ પહેલીવાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. નવેમ્બર ૨૦૨૧માં સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પણ આવો જ ઈમેલ મળ્યો હતો.

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી બાબતે દિલ્હી પોલીસે કહ્યું કે, ‘અમને એક ઈમેલ વિશે માહિતી મળી છે , જેમાં ગૌતમ ગંભીરને ધમકી આપવામાં આવી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. ગંભીર પહેલાથી જ દિલ્હી પોલીસની સુરક્ષામાં છે. અમે તેમની સુરક્ષા સંબંધિત ચોક્કસ માહિતી જાહેર કરી શકતા નથી.‘

ગૌતમ ગંભીરે મંગળવારે ઠ પર પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. ગંભીરે ઠ પર લખ્યું હતું – ‘માર્યા ગયેલા લોકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોને તેની કિંમત ચૂકવવી પડશે. ભારત જવાબ આપશે.‘