પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ (CEEW) દ્વારા રાજ્યના 10 શહેરો માટે હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર શહેરનો સમાવેશ કરાયો છે.
કાર્યક્રમ દરમિયાન ત્રણેય જિલ્લાની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ગરમીના મોજા જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે હીટવેવ બને છે. બાંધકામ મજૂરો, ટ્રાફિક પોલીસ અને શાળાના બાળકો હીટવેવનો ભોગ ન બને તે માટે આયોજન જરૂરી છે.

કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં વિવિધ વિભાગોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યા. હીટવેવથી બચવાના ઉપાયો, સુરક્ષા માટેના પગલાં અને પરંપરાગત પદ્ધતિઓના ઉપયોગ અંગે ચર્ચા થઈ. વર્કશોપમાં ત્રણેય જિલ્લાના 57થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો. જનજાગૃતિ ફેલાવવા માટેના વિવિધ પગલાં અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.



