યુક્રેનને યુદ્ધ પછી બેઠું કરવામાં અમેરિકા સાથેની ડીલ મહત્ત્વની ભૂમિકા ભજવશે
અમેરિકા અને યુક્રેન વચ્ચે એક ખૂબ મોટી અને મહત્વની ડિલ થઈ છે. આ ડીલ અન્વયે યુક્રેનના વ્યાપક સંસાધનોનું એક્સેસ અમેરિકાને મળશે. બીજી બાજુએ આ ડીલ કરવાના લીધે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં લશ્કરી સહાય જારી રાખવાનું સુનિશ્ચિત કરી લીધું છે. આ ડીલ દરમિયાન જ રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં નવના મોત થયા હતા. તેમા સાત રશિયામાં અને બે યુક્રેનમાં થયા હતા.
બંને પક્ષો આ ડીલના ભાગરૂપે યુએસ-યુક્રેન રીઇન્વેસ્ટમેન્ટ ફંડની રચના કરશે. તેના હેઠળ યુએસને યુક્રેનના દુર્લભ ખનીજાે મળશે. તેના બદલામાં અમેરિકા યુક્રેનને બેઠું કરવામાં મદદ કરશે. બંને પક્ષો આને વિન-વિન ડીલ ગણાવે છે. જાે કે યુક્રેને આ ડીલમાં ખાસ લખ્યું છે કે અમેરિકાએ તેને ભૂતકાળમાં કરેલી નાણાકીય સહાય માટે તેણે કોઈ ચૂકવણી કરવાની નથી. આ ડીલ હવેથી શરૂ થનારી અમેરિકાની લશ્કરી મદદ માટે જ અમલી બનશે.
મહત્વનું છે કે, આ યુદ્ધમાં પહેલી વખત યુક્રેનના હુમલામાં રશિયાના આટલા નાગરિકો માર્યા ગયા છે. એકબાજુએ અમેરિકામાં ડીલ થતું હતું અને બીજી બાજુએ યુક્રેન પર બોમ્બાર્ડિંગ થતું હતું. યુક્રેન પર વળતો હુમલો કરતું હતું. યુક્રેને રશિયાના કબ્જા હેઠળના સાઉથર્ન યુક્રેનના ખેરસન પ્રાંત પર કરેલા હુમલામાં સાતના મોત થયા હતા. જ્યારે ઓડેસા પોર્ટ પર રશિયાના ડ્રોન હુમલામાં બેના મોત થયા હતા.
જાે કે પુતિને યુક્રેન સાથે પૂર્વશરત વગરની શાંતિ મંત્રણા કરવાની તૈયારી દર્શાવી છે, પણ તે પહેલા તેમની કેટલીક ચિંતાઓનું સમાધાન પણ માંગ્યું છે. તેમનું કહેવું છે કે વોશિંગ્ટન કહે છે તેમ ઉતાવળે ડીલ ન થાય. રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી યુક્રેનના ૨,૬૪૧ નાગરિક માર્યા ગયા છે, એમ માનવ અધિકાર પંચે જણાવ્યું હતું.

