International

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે AI દ્વારા બનાવેલ એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તેઓ પોપના પોશાકમાં સજ્જ દેખાયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે AIના માધ્યમથી તૈયાર કરવામાં આવેલી પોતાની પોપના પોશાકવાળી તસ્વીર વાયરલ કરી છે. વ્હાઇટ હાઉસે તેમનો ફોટો પોસ્ટ કર્યો છે. આ જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વ્હાઇટ હાઉસ દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોપના પોશાક પહેરીને એક ખુરશી પર બેસીને પોપની જેમ જ પોઝ આપેલો ફોટો છે. જાે કે આ એક છૈં જનરેટેડ ફોટો છે. પરંતુ આ પોસ્ટે ભારે હોબાળો મચાવ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આને ટ્રમ્પ દ્વારા પોપ ફ્રાન્સિસના મૃત્યુની મજાક ઉડાવવા જેવું કહ્યું છે.

પોપના પોશાક પહેરેલા ટ્રમ્પની AI જનરેટ ઈમેજ સામે આવ્યા પછી, અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી, ‘કેથોલિકો પ્રત્યે કેટલું અપમાનજનક છે. ટ્રમ્પ અને તેના બદમાશો આવું જ કરે છે, અપમાન, નીચતા અને મૂર્ખતા. આપણે કેથોલિકો નવા પોપને ચૂંટવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થાય છે તેની મજાક ઉડાવવાની તમારી હિંમત કેવી રીતે થઈ?‘

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ પોપના પોશાક પહેરીને આ AI-જનરેટેડ ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો એટલા માટે પણ સમાચારમાં છે કારણ કે થોડા દિવસ પહેલા તેમણે મજાકમાં કહ્યું હતું કે, ‘હું પોપ બનવા માંગુ છું.‘

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટને મજાક રીતે લીધી, તો કેટલાકે તેની ટીકા કરી અને તેને અસંવેદનશીલ ગણાવી અને ટ્રમ્પ પર પોપ ફ્રાન્સિસના મૃત્યુની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો.