Gujarat

ગ્રાઇન્ડરના તણખલાથી ઓઇલ વેસ્ટમાં આગ લાગી, 10 મિનિટમાં કાબૂમાં

મહેસાણાથી 9 કિલોમીટર દૂર શોભાસણ રોડ પર BSCC કંપનીના વર્કશોપ પાસે આગ લાગવાની ઘટના બની. વર્કશોપની બહાર ખુલ્લી જગ્યામાં ઓઇલ વેસ્ટ સહિતનો કચરો પડ્યો હતો.

નજીકમાં કોઈ વ્યક્તિ ગ્રાઇન્ડર ચલાવી રહ્યો હતો. ગ્રાઇન્ડરનો તણખલો ઓઈલ વેસ્ટના જથ્થામાં પડતાં આગ લાગી હોવાનું અનુમાન છે.

બનાવની જાણ થતાં મહેસાણા મનપાના ફાયર કંટ્રોલ રૂમની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી. અગ્નિશામક દળે પાણીનો મારો ચલાવીને 10 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો.

આગને કારણે દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. આગ બુઝાઈ જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો.