Gujarat

એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં કાયદો-વ્યવસ્થાની સમીક્ષા, અધિકારીઓને માર્ગદર્શન

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ માસિક બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

કોન્ફરન્સમાં ગત માસની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આગામી સમયની કાર્યવાહી અને વ્યૂહરચના અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં એએસપી પ્રતિભા, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા હાજર રહ્યા હતા.

એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તેમજ સિટી એ, બી અને સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર્સ સહિતના અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો.