Gujarat

અંતિમધામને પણ બાકાત ન રાખ્યું, કામગીરીના નિરીક્ષણના બહાને ફોટા પડાવવા ભેગા થયા

ભાયાવદર નગરપાલિકા માં નિરીક્ષણના બહાને નગરપાલિકાના સત્તાધીશોનું ફોટોસેશન

સોશિયલ મીડિયાના જમાનામાં કામ થોડું અને દેખાડો વધુ કરવાની લાલચ કોઈને પણ છોડતી હોતી નથી. સત્તાવિશો તો જાણે આવા બહાના જ શોધતા હોય તેવા એક નહીં, અનેક પુરાવા શોધવા જવું પડે તેમ નથી હોતું.

ભાયાવદરમાં સ્મશાનની ચાલતી કામગીરી નિહાળવા એકઠા થયેલા નગરસેવકોએ તેની તસવીરો પણ વહેતી કરી પશ ખાટવાનો પ્રયત્ન કરતાં તેમની આ હરક્ત હાંસીપાત્ર બની હતી. ભાયાવદરમાં નગરપાલિકાના જ્યાં જ્યાં કામ ચાલતા હોય ત્યાં આ સત્તાધિશો પહોંચી જતા હોય છે અને એક બે માણસો મોબાઈલ વાળા ભેગા રાખીને જાણે ફોટોસેશન જ કરવા ગયા હોય તેવું સામે આવ્યું છે તે મુજબ ફોટા પડાવીને પોતે જ ફોટા વહેતા કરવાની લાલચ રોકી શકતા નથી.

આરોગ્ય ચેરમેન ભગવાનજીભાઈ પરસાણીયાએ ગામની કુંડીઓ સાફ થતી હોય ત્યાં પહોંચીને ફોટાસેશન કરાવીને પોતાનો ફોટો વહેતો કરી કામગીરી કરી તેવું બતાવવાનો પ્રયત્ન કર્યો. હદ તો ત્યારે થઈ કે અંતિમધામના ગૃહ તથા ગ્રાઉન્ડ ફ્લોરના પતરાના શેડનું કામ હજી ચાલુ છે ત્યાં ફોટોસેશન માટે પ્રમુખ રેખાબેન સીણોજીયા તથા કારોબારી ચેરમેન માયાબેન વાછાણી અને તેમના પતિ અતુલભાઈ વાછાણી સહિતના તેમના કાર્યકરો પહોંચી ગયા હતા અને આ હરકતને વિઝિટ ગણાવી વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. ભાયાવદર ના લોક મુખે ચર્ચાનો વિષય