Gujarat

ગતરોજ વાંસદાના વાઘાબારી ગામે ગરીબ બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરી જન્મ દિવસની અનોખી ઉજવણી

આજે પણ ઘણા એવા લોકો છે કે તેમને પોતાના જન્મ દિવસ નો ખર્ચ અમુક સમાજ સેવા વિચારધારા ધરાવતા વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવવા માટે અલગ-અલગ આયોજન કરતાં હોય છે જ્યારે વાઘાબારી ગામે ગ્રામ પંચાયત ખાતે વિદ્યાર્થીઓ સાથે જન્મ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું જેમાં ત્યાં ઉપસ્થિત નવસારી જિલ્લા ના ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના પ્રેસિડન્ટ તેમજ હ્યુમન રાઈટ પ્રેસિડન્ટ વૈશાલી પટેલ દ્વારા મોર પીંછ આપી હિરેન ભાઈનું સ્વાગત કર્યું હતું

ત્યાર બાદ માતા પિતા વિહોણા બાળકોને શિક્ષણ કીટ તેમજ રોકડ રકમ આપીને જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી જે વિવિધ ધાર્મિક કાર્યમા લોક સેવા જેવા કાર્યમાં સતત તેમની હાજરી પણ જોવા મળે છે જેમાં વિદ્યાર્થીઓના વ્હારે આવીને મદદરૂપ થઈને જીવતું-જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું છે સાથે-સાથે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેઓને શ્રીમતી સોનલબેન ડાંગરિયા ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે