National

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં ધૂળ, આંધી ભર્યો પવન ફૂંકાયો

દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં ભારે પવન અને ધૂળનું તોફાન આવ્યું હતું અને રવિવારે (૧ જૂન) રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં ધૂળ અથવા વાવાઝોડા સાથે ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે હવામાન ખુશનુમા બન્યું છે. તીવ્ર ગરમી સહન કરી રહેલા લોકોને નોંધપાત્ર રાહત મળી છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે મોસમના સરેરાશ કરતા ૦.૩ ડિગ્રી વધારે હતું. ૈંસ્ડ્ઢ એ આગાહી કરી હતી કે દિવસ દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેશે અને ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા રહેશે, જ્યારે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. સાપેક્ષ ભેજ ૫૬ ટકા નોંધાયો હતો.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના ડેટા દર્શાવે છે કે રવિવારે સવારે ૯ વાગ્યે હવાની ગુણવત્તા “મધ્યમ” શ્રેણીમાં નોંધાઈ હતી, જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૯૮ હતો. ઝ્રઁઝ્રમ્ અનુસાર, શૂન્ય અને ૫૦ વચ્ચેનો છઊૈં ‘સારો‘, ૫૧ થી ૧૦૦ ‘સંતોષકારક‘, ૧૦૧ થી ૨૦૦ ‘મધ્યમ‘, ૨૦૧ થી ૩૦૦ ‘ખરાબ‘, ૩૦૧ થી ૪૦૦ ‘ખૂબ જ ખરાબ‘ અને ૪૦૧ થી ૫૦૦ ‘ગંભીર‘ માનવામાં આવે છે.