Gujarat

માળિયા-જામનગર હાઇવે પર ટ્રકમાંથી રૂ.92.69 લાખના દારૂની 7,213 બોટલ સાથે કુલ 1.15 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લામાં એસએમસીની ટીમે માળિયા-જામનગર હાઇવે પર મોટી સફળતા મેળવી છે. ટીમને મળેલી બાતમીના આધારે રાત્રિ દરમિયાન એક ટ્રકને રોકી તપાસ કરતાં ભૂસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ટ્રકમાંથી 92.69 લાખની કિંમતની દારૂની 7,213 બોટલ જપ્ત કરી છે. આ ઉપરાંત 2.91 લાખની કિંમતની 200 ભૂસાની બોરી, 20 લાખની કિંમતનો ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 1.15 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ટ્રકના માલિક, પંજાબથી માલ મોકલાવનારી બે અજાણી વ્યક્તિ અને મુખ્ય સપ્લાયર સહિત કુલ આઠ સામે ફરિયાદ.

પોલીસે ટ્રક-ડ્રાઈવર ભાવેશ નાથાભાઈ મોરી અને ક્લીનર લીલા ટપુભાઈ મોરીની ધરપકડ કરી છે. બંને જામનગરના દરેડ ગામના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણપર ગામના અરજણ આલા કોડિયાતર અને ટીંબડી ગામના ભરત ઉર્ફે જિગો સોમાભાઈ કોડિયાતરનું નામ સામે આવ્યું છે.