દેશમાં જયારે જરૂર પડે યુદ્ધ ની સ્થિતિ સર્જાય, ત્યારે બ્લેક આઉટ ની જાહેરાત કરવામાં આવશે છે. આ તબબકે શહેર ના માર્ગો ઉપર વાહન ની હેડલાઇટ ચાલુ રાખી નીકળતા લોકો ને બ્લેક આઉટ નું ચુસ્ત પાલન કરવા જાગૃત કરવામાં આવેલ. યુદ્ધ ની સ્થિતિ સર્જાય ત્યારે શ્વાસ ઇન્ડિયા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર હંમેશા તૈયાર છે, તેમજ જનજાગૃતિ અર્થે સતત કાર્યરત છે આ સંદેશ સાથે બ્લેકઆઉટ દરમિયાન ડી કે વી સર્કલ ખાતે જાગૃતિ કાર્યક્રમ આપેલ.
આ કાર્યક્રમમાં શ્વાસ ઇન્ડિયા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર ના કન્વીનર ભાર્ગવ ઠાકર, આઈ.આર.સી.એસ વાઇસ પ્રેસિડેન્ટ દીપાબેન સોની, ટ્રેઝરર કિરીટભાઈ શાહ, વોર્ડ ન ૩ ના કોર્પોરેટર શ્રી પરાગભાઇ પટેલ, વોર્ડ અધ્યક્ષ નરેંનભાઇ ગઢવી, ભૌતિકભાઈ છાપીયા, દર્શાબેન જોશી, નિકુળદાન ગઢવી, હંસાબેન કંજરીયા, વિપુલભાઈ મેહતા, વિશાલ ભાલાલા, પરેશ મેહતા, ઘનશ્યામસિંહ ઝાલા સહિત શ્વાસ ઇન્ડિયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, લોકપ્રતિનિધિ, લોકસેવકો, સામાજિક સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ નું માર્ગદર્શન પ્રાપ્ત થયેલ. શ્વાસ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.

