Uncategorized

જૂનાગઢ તા.17.4.2020 કોરોનામાં મારા પેટનાં દુખાવાનું નિરાકણ મે હેલ્પ લાઇન નંબર ૧૧૦૦ થી મેળવ્યુ

લોકડાઉનમાં આરોગ્ય વિષયક માર્ગદર્શન માટે ડાયલ કરો ૧૧૦૦ નંબર

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતા મુક્તાબેનને અચાનક પેટમાં દુખાવો ઉપડે છે. લોકડાઉન સ્થિતીમાં બહાર જવાની મુશ્કેલી છે. દવા અને તુરંત સારવાર લેવી ખુબ જરૂરી છે. ત્યારે મુક્તાબેનને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાં સંદર્ભે કાર્યરત કરાયેલ હેલ્પલાઇન નંબર ૧૧૦૦ ઉપર સંપર્ક સાધ્યો. અને મુકતાબેનને દુખાવાનું નિરાકરણ મળી ગયુ.
હેલ્પ લાઇનમાં નિષ્ણાંત તબીબ દ્વારા માર્ગદર્શન અપાયુ ઘરેલુ ઊપચાર બતાવ્યા, મુક્તાબેને ડોક્ટરની સલાહ મુજબ ઊપચાર કરતાં તેમનાં પેટનાં દુખાવાનું નિરાકરણ થયુ. આરોગ્ય વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર ૧૧૦૦ પર સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળરોગ , ફીજીશ્યન, સ્કીન ડિઝીસ, જનરલ સર્જરી, સહિત વિવિધ ફેક્લટીનાં તબીબોની ટીમ કાર્યરત છે. આ ડોક્ટરો ઓનલાઇન દર્દીઓની મુશ્કેલી જાણી માર્ગદર્શન આપવા સાથે દર્દીનાં દુખનું નિવારણ કરે છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. ચેતન મહેતાએ જણાવ્યુ હતુ. લોકડાઉનમાં જૂનાગઢ જિલ્લાના લોકોને સેવાનો લાભ લેવા ડો. મહેતાએ અનુરોધ કર્યો છે.

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *