Gujarat

જામનગરમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં યોગ સાધકો જોડાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલ રાજપુતના માર્ગદર્શન હેઠળ જામનગર એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન થયું.

કાર્યક્રમમાં ઝોન 5ના યોગ કોર્ડીનેટર વિજય શેઠ, યોગ પ્રચારક ધનાભા જડિયા અને સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર શૈલેષ ટાંક ઉપસ્થિત રહ્યા.

જામનગર જિલ્લા કોઓર્ડિનેટર હર્ષિદાબેન ભદ્રા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોર્ડીનેટર સન્નીએ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી.

અતિથિ વિશેષ તરીકે ઓમ વેલનેસ સેન્ટરના કમલ પારેખ, ડો. દિલીપ ડાંગર, જિલ્લા પંચાયત યોગાચાર્ય વી.પી. જાડેજા અને પતંજલિના ધીરુ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ.

વિજય શેઠે કોમન યોગ પ્રોટોકોલનું પ્રશિક્ષણ આપ્યું. ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત વિશેષ આસનોની તાલીમ આપવામાં આવી.

શૈલેષ ટાંકે સોશિયલ મીડિયા જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન અને ધનાભા જડિયાની આભારવિધિ સાથે થયું.