જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બે રહેણાક મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. એલસીબીની ટીમે તુષાર હસમુખભાઈ ધામેચા નામના આરોપીને ઝડપી લીધો છે.

ચિંતનભાઈ રમણીકભાઈ અજુડીયા પોતાના પરિવાર સાથે લૌકિક ક્રિયા માટે જામનગર ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનમાંથી 20,000ની રોકડ રકમ અને 6 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી.

તેમના પડોશમાં રહેતા મનિષાબેન નિલેશભાઈ ગોહિલના મકાનમાંથી પણ 65,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. બંને ઘટનાની અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

શેઠ વડાળા પોલીસની ટીમ તપાસ કરી રહી હતી. એલસીબીની ટુકડી પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને ચોરી કરેલો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બંને ચોરીની કબૂલાત કરી છે.


