Gujarat

જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ-સંશોધન સંસ્થામાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ માહિતી મેળવી

અનંત અંબાણીના પત્ની રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ITRA)ની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાના વિવિધ વિભાગોમાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યોની માહિતી મેળવી હતી.

સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમે રાધિકા અંબાણીને ITRAમાં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિઓની વિગતવાર માહિતી આપી હતી. રાધિકા અંબાણીએ નિદાન પદ્ધતિ, ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ અને લેબોરેટરીની કામગીરી વિશે જાણકારી મેળવી હતી.

ITRAએ આયુષ મંત્રાલય દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહત્વની પ્રથમ સંસ્થા છે. સંસ્થા અંડરગ્રેજ્યુએટથી ડોક્ટરેટ સ્તર સુધીના અભ્યાસક્રમો ચલાવે છે. ITRA આયુર્વેદના પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને સંશોધન કરે છે.

રાધિકા અંબાણીએ સંસ્થાના ડોક્ટરો સાથે આયુર્વેદના ભવિષ્ય અને વિકાસની સંભાવનાઓ વિશે ચર્ચા કરી હતી. સંસ્થાના ડિરેક્ટર અને વરિષ્ઠ અધ્યાપકોએ તેમનું શુભેચ્છા ભેટ સાથે સ્વાગત કર્યું. હતું રાધિકા અંબાણીએ ITRAના ઉચ્ચ સ્તરીય સંશોધન અને શિક્ષણ કાર્યની પ્રશંસા કરી હતી.