છેવટે કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી ગયું છે. તેમાં બે ખાસ ઉપકરણ હોય છે. પ્રથમ ફ્લાઇટ ડેટા રેકોર્ડર જે ઊંચાઈ, ગતિ, એન્જિનની સ્થિતિ અને પાઇલટ દ્વારા કરવામાં આવેલી ભૂલોને રેકોર્ડ કરે છે.
બીજું છે સીવીઆર. તે પાઇલટની વાતચીત, કન્ટ્રોસ ટાવર સાથે રેડિયો સંપર્ક અને કૉકપિટના અવાજોને રેકોર્ડ કરે છે.
આ બ્લેક બોક્સ એરક્રાફ્ટ ક્રેશ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો કે આંતરરાષ્ટ્રીય લેબમાં મોકલવામાં આવશે. પ્રારંભિક ડેટા મળવામાં 2થી 4 સપ્તાહ લાગી શકે છે. બ્લેક બોક્સની મદદથી જ સાચા કારણો સામે આવશે.