Gujarat

પાલીતાણા સમસ્ત ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ ગોપાલ ધામ દ્વારા ૧૨ મો વિદ્યાર્થી સન્માન સમારોહ પાલીતાણા ગોપાલધામ ખાતે યોજાયેલ

તા.૧૪.૬.૨૦૨૫ શનિવાર ના બોપોરે ૪ કલાકે દર વર્ષ ની જેમ પાલીતાણા ગોપાલ ધામ માં સમસ્ત ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા ધો.૮ થી ૧૨ નાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે નો સન્માનિત કાર્યક્રમ પૂજનીય સંતો અને આગેવાનો ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી અને પહેલગાવ ની તેમજ અમદાવાદ પ્લેન દુર્ઘટના માં તથા ભરવાડ સમાજ ના આકસ્મિક અવસાન પામેલા સૌ ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી કાર્યક્રમ નો શુભ આરંભ કરવામા આવેલ.

આ પ્રસંગે ઉપસ્થિત પરમ પુજય શ્રી કાનજીબાપુ (મહંતશ્રી.રોહીશાળા ઠાકર દુવારો) થી ઉપસ્થિત રાજુભગત બાપુ.

તેમજ વિષ્ણુબાપુ ગોડલીયા પાલીતાણા ની વિવિધ સરકારી કચેરી મા ફરજ બજાવતા ભરવાડ સમાજના ભાઈઓ તથા બહેનો

શ્રી ચોસલા માધૂરીબેન રાધવભાઈ A.E.I.

શ્રી જોગરાણા મનીષભાઈ (યુવા માલધારી) અને ચોડાભાઈ બોળીયા જોધાભાઇ જોગરાણા અન્ય ઉપસ્થિત સૌ મહેમાનો નું સ્વાગત કરવામાં આવેલ.

આજ ના કાર્યક્રમ માં ધો. ૮ થી ૧૨ ના વિદ્યાર્થી ભાઈયો બહેનોને એક થી ત્રણ નંબર આપી પુરસ્કાર આપી સંતો મહેમાનો દ્વારા વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સૌ એ શિક્ષણ બાબતો નું માર્ગદર્શન આપ્યું હતું અને શિક્ષણ ના માધ્યમ થી સમાજ અને દેશની સેવામાં પોતાનું સ્થાનનું મહત્વ સમજાવ્યું હતું.

આ સાથે ઉપસ્થિત સૌ મહેમાનો અને દાતા પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ પ્રંસગે ભરવાડ સમાજ ના આગેવાનો તથા જ્ઞાતિ વડીલો શ્રી ભીખાભાઈ મેર પ્રમૂખ તથા સમાજ અગ્રણી શ્રી વજુભાઇ પટેલ,દાનાભાઈ ચોસલા,શૈલેષભાઈ આલગોતર, રાણાભાઇ ચોસલા અને સહિતનાં આગેવાનો જોડાયા હતાં આ સાથે સમાજ ના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ફુલસકેપ બુકોનું વિતરણ પણ કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ રાઠોડ તથા ભરતભાઈ ભુવા,અમિતભાઇ રાઠોડ,આનંદભાઈ સાટીયા, અનિલભાઈ મેર એ સારી એવી જહેમત ઉઠાવી હતી તેમજ ભરવાડ સમાજ શૈક્ષિણક મંડળ પાલીતાણા તમામ સભ્યોએ સંતો અને મહેમાનો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો નો આભાર વ્યક્ત કર્યો હતો.