વડગામ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી
સમગ્ર વિશ્વમાં 21 જુન 2025 નારોજ 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવેલ જેમાં વડગામ ખાતે તાલુકા કક્ષાનો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ શ્રી યુ, એચ ચૌધરી કોલેજ ખાતે વડગામ તાલુકા મામલતદાર કે, પી, સવઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં જેમાં ટીડીઓ શ્રી આર એમ ચૌધરી ,તાલુકા ભાજપ પ્રમુખ કે, એચ, ભુતડીયા , પી, આઈ, શ્રી એન,એમ,સોલંકી, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી બી,બી,ચૌધરી , રેલ્વે બોર્ડ ડિરેક્ટર બાલકૃષ્ણ જીરાલા, જિલ્લા ભાજપ અનુ સુચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી જશુભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ડી, વી સોલંકી, ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ લક્ષ્મણભાઈ એમ મહીવાલ, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી સતીષભાઈ ભોજક, સહીત પદ અધિકારીઓ તેમજ વિવિધ સરકારી વિભાગો ના અધિકારી શ્રી ઓ કર્મચારીઓ, પોલીસ જવાનો તેમજ યુ, એચ ચૌધરી આર્ટસ કોલેજ વડગામ ના સ્ટાફગણ તેમજ વિધાર્થીઓ ઉપ સ્થિત રહીને ને વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી
અહેવાલ તસવીર રમેશભાઈ પરમાર વડગામ



