Gujarat

ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર બુધસભા માં વડોદરાના ખૂબ જાણીતા કવિશ્રી મકરંદ મુસળે હાજર રહી કાવ્ય પાઠ કરશે 

ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર બુધસભા માં વડોદરાના ખૂબ જાણીતા કવિશ્રી મકરંદ મુસળે હાજર રહી કાવ્ય પાઠ કરશે 

ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે યોજનાર કવિ વિશેષ ઉપક્રમમાં વડોદરાના ખૂબ જાણીતા કવિશ્રી, ગઝલકાર, નાટ્યકાર, સંચાલક, અનુવાદક,ગઝલ-શાસ્ત્રજ્ઞ મકરંદ મુસળે હાજર રહી કાવ્ય પાઠ કરશે ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૪૫ મી બેઠક તારીખ ૨૫/૦૬/૨૫ ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે સાંજે ૬-૧૫ કલાકે ડૉ. માનસીબેન ત્રિવેદી સંચાલનમાં શિશુવિહાર ખાતે યોજાશે… ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી શિશુવિહાર બુધસભા એક નવા ઉપક્રમની શરૂઆત કરવા એક પગથિયું આગળ જઈ રહી છે. સર્જક પોતાના સર્જન, સર્જનયાત્રા,કાવ્યપાઠ વિશે વાત કરશે..કવિ વિશેષ ઉપક્રમમાં આ બુધવારે વડોદરાના જાણીતા કવિશ્રી, ગઝલકાર, નાટ્યકાર સંચાલક, અનુવાદક, ગઝલ -શાસ્ત્રજ્ઞ મકરંદ મુસળે હાજર રહેશે.કવિશ્રી તેના શબ્દમાં તેની સર્જન યાત્રાની વાત કરશે તેમજ કાવ્યપાઠ કરશે.રસ ધરાવતા સૌ કવિમિત્રો અને ભાવકોએ સમયસર ઉપસ્થિત રહેવું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250621-WA0186.jpg