Gujarat

મેંદરડા તાલુકા માં મેધરાજા ની ધમાકેદાર બેટીગ સરુ સાડા ત્રણ ઈંચ ખાબક્યો

મેંદરડા તાલુકા માં મેધરાજા ની ધમાકેદાર બેટીગ સરુ સાડા ત્રણ ઈંચ ખાબક્યો

હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર મેંદરડા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત આજે સવારે ધીમીધારે મેધરાજા એ વરસવાનું શરુ કરી દીધુ હતું ત્યાર બાદ ધીમે ધીમે વરસાદે સ્પીડ પકડતા દિવસ દરમ્યાન સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને અગાઉ ૧૧૫ મી.મી‌ વરસાદ ખાબકી ચુક્યો છે ત્યારે મોસમનો કુલ વરસાદ ૧૮૫ મી.મી આશરે સાત ઈંચ વરસાદ પડી ચૂક્યો છે

વરસાદ પડતાજ મેંદરડા નગર ના અનેકો રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા વાહન ચાલકો રાહદારીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લામા પહેલો વરસાદ ૫ ઇંચ જેટલો વરસતા વાવણી સારી થય ગય છે અને વરાપ નીકળતા ખેડૂતો બળદ અને સાતી તેમજ ટ્રેકટર ને કુમકુમ ના ચાંદલા કરી ને હોશે હોશે વાવણી કરવા લાગ્યા હતા મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મગફળી ના પાક મા મુંડા જેવી જીવાત થી વધુ નુકસાન અને મગફળી મા મજુરી ખર્ચ પણ વધુ થતો હોવાથી અનેક ખેડૂતો સોયાબીન, અડદ ના વાવેતર તરફ પ્રેરાયા છે આ વર્ષે મગફળી કરતા સોયાબીન નું વાવેતર વધુ જોવા મળશે આ વખતે મગફળી અને સોયાબીન નું ઉત્પાદન અને ભાવ સારા મળી રહે તેવું ખેડૂતો આશા સેવી રહ્યા છે

અગાઉ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો દ્વારા જરૂરિયાત પ્રમાણેનો વરસાદ થતાં ધરતી પુત્રો માં આનંદ ની લાગણી પ્રસરી હતી વરસાદ પડતા ની સાથે જ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ મેંદરડા તેમજ આજુબાજુના ગામોમાં વરસાદ પડતો હોવાના અહેવાલ મળી રહ્યા છે

રીપોર્ટ -કમલેશ મહેતા મેંદરડા

IMG-20250622-WA0107-2.jpg IMG-20250622-WA0106-3.jpg IMG-20250622-WA0109-1.jpg IMG-20250622-WA0110-0.jpg