ગિરનારી ગૌશાળાને અશ્વની ભેટ
માણાવદર અનસુયા ગૌધામનો શેઠ પરિવાર તથા મુંબઈ બારામતીના ધર્મેન્દ્ર પાટીલનું એક સ્તુત્ય પગલું
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમણે ગૌસેવા- પશુસંવર્ધન તથા માનવકલ્યાણ કાજે થઈને ખ્યાતિ પ્રાપ્ત કરી અનેક લોકોને આ ગૌધામે આકર્ષ્યા છે અને સેવાની મસાલાના અજવાળા વિદેશની ધરતીમાં પાથર્યા છે તેવા અનસુયા ગૌધામની દ્રષ્ટિ હંમેશા ગાયોનો ઉછેર અને સંવર્ધનનો વધારે વિકાસ કેમ થઈ શકે તે જ રહી છે.
મુંબઈના બારામતીના ધર્મેન્દ્ર પાટીલ સાથે અનસુયા ગૌધામના પ્રણેતા હિતેન શેઠે તથા સમગ્ર શેઠ પરિવારે ગાયોની સુશ્રુષા અને સેવાનું માર્ગદર્શન મેળવવા માટે છોડવડી ગિરનારી ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગાયોના ઉછેર બાબતે જાણકારી મેળવી અનહદ ખુશી વ્યક્ત કરી હતી. ગિરનારી ગૌશાળામાં સચવાતી ગાયોનો બારીકાઈથી અભ્યાસ કરી જરૂરી નોંધો પોતાની ડાયરીમાં ટપકાવી હતી.
હિતેનભાઈ શેઠ તથા મુંબઈના બારામતીના ધર્મેન્દ્ર પાટીલે પંજાબની અસલ નસ્લની મારવાડી ઘોડી ગિરનારી ગૌશાળાના મહંત મહેશગીરી બાપુને ભેટ કરી હતી. અનસુયા ગૌધામમાં જે રીતે ગાયોની સેવા સંવર્ધન અને ઉછેર થઈ રહ્યો છે તે રીતે ગિરનારી ગૌશાળામાં પણ ગાયોનો ઉછેર થાય છે.
પંજાબ પ્રાંતની અસલ નસ્લની ધોડી ગુજરાતમાં બહુ જોવા મળતી નથી પંજાબના ઉત્તર પૂર્વ પ્રદેશ “આરદ” ઘોડા માટે જાણીતો પ્રદેશ છે અહીં જાતવાન અશ્વ તૈયાર કરવામાં આવે છે આ ઘોડી આરદ પ્રાંતમાંથી આવી છે મહેશગીરી બાપુએ ઘોડીનો સ્વીકાર કરી રાજીપો વ્યક્ત કર્યો હતો. ઘોડી ભેટ આપવા બદલ મહેશગીરી બાપુએ હિતેનભાઈ શેઠ અને ધર્મેન્દ્ર પાટીલનો આભાર માન્યો હતો.
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર