Gujarat

વિશ્વ યોગ દિવસના અવસરે ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ યોગ અભ્યાસમાં જોડાયા.

વિશ્વ યોગ દિવસના અવસરે ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ યોગ અભ્યાસમાં જોડાયા.

અમરેલી વિશ્વ યોગ દિવસના અવસરે ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ યોગ અભ્યાસમાં જોડાયા.અમરેલી, ૨૧ જૂન ૨૦૨૫: વિશ્વ યોગ દિવસની ઉજવણીના અવસરે,ડો.કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગ કરવામાં ભાગ લીધો. આ પ્રસંગે સ્કૂલની સર્વાંગીણ વિકાસ માટે યોગ અને તંદુરસ્તી અંગે મહત્વના સંદેશાઓ આપવાની એક નવી શરૂઆત કરી છે.
વિશ્વ યોગ દિવસ દર વર્ષે ૨૧ જૂનને ઉજવવામાં આવે છે અને આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરના લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. યોગ એ માત્ર શરીરશકિત અને મનની શાંતિ માટે એક અસરકારક મથક છે, પરંતુ યોગ વ્યાયામ પદ્ધતિ આપણને જીવનમાં શાંતિ, પ્રસન્નતા અને સ્વાસ્થ્યના શ્રેષ્ઠ પરિણામો આપવા માટે પણ અગત્યની છે.
આ વર્ષે, “ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલ”ના બાળકો અને શિક્ષકોએ એક સાથે યોગ અભ્યાસ કર્યા. શાળા કેમ્પસમાં યોજાયેલી આ સત્રમાં, બાળકો અને શિક્ષકોએ વિવિધ યોગાસન, પ્રાણાયામ અને મેડિટેશન સાથે સવારે પોતાનો દિવસ આરંભ કર્યો. યોગના વિવિધ આસનો કર્યા.
આ કાર્યક્રમમાં, ખાસ જ્યોત્સનાબેન પટેલ, જુલીબેન દુધાત, નરોત્તમભાઇ સાકરીયા અને જીગ્નેશભાઈ સાવલિયા દ્વારા શાળાના વિધાર્થીઓને આચાર્ય, શિક્ષકો સાથે યોગની મહત્વતા અને તેનાં લાભો અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે યોગ આપણને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યમાં અપાર લાભો પ્રદાન કરે છે. તે શરીરનાં અંગોને સંયમિત રાખી, મનને શાંતિ આપે છે અને આંતરિક મનોરંજનની શાંતિ સુખદ અનુભૂતિ આપે છે.
વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં, બાળકોને આરોગ્ય અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા મળી. યોગના ગુણોને સમજતા હોય, વિદ્યાર્થીઓએ યોગને એક દૈનિક પ્રથા તરીકે તેમના જીવનમાં સમાવવાનો સંકલ્પ લીધો. આ સાથે, શાળા મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ માટે યોગ શિક્ષણ કાર્યક્રમોને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાની યોજના પણ ઘડી રહી છે.
આ પ્રસંગે, શાળાના સંચાલક અને શિક્ષકોએ યોગ અને તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને તેમને જણાવ્યું કે યોગ માત્ર એક શારીરિક પ્રવૃત્તિ નથી, પરંતુ તે આપણને આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ જીવન તરફ દોરી જાય છે.
વિશ્વ યોગ દિવસની આ ઉજવણી સમગ્ર સ્કૂલમાં ઉત્સાહ અને આનંદ સાથે રહી અને સમગ્ર શાળા સમુદાય માટે એક પ્રેરણા બની રહી છે.
કાર્યક્રમના અંત ભાગમાં શાળાના આચાર્યશ્રી રીનાબા ધાધલ દ્વારા ઉપસ્થિત મેહમાનશ્રીઓને શાળાની પરંપરા મુજબ સ્મૃતિ ભેટ અર્પણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250624-WA0111-2.jpg IMG-20250624-WA0109-1.jpg IMG-20250624-WA0110-0.jpg