શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે સાંસદ ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
દામનગર શહેર ની શ્રી મતિ નર્મદાબેન મધવરાય સવાણી પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫/૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા ની અધ્યક્ષતા માં યોજાયો ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિત દામનગર નગરપાલિકા પ્રમુખ સદસ્યો તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ વેપારી ઓ વાલી ઓની વિશાળ ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માં સ્વંયમ શિસ્ત ના પાલન અંગે વિદ્યાર્થી ઓ દ્વારા સામુહિક વચન બદ્ધ પ્રતિજ્ઞા લેવાય શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ની સ્વચ્છતા ઉડી ને આંખે વળગે તેવી છે સ્વંયમ શિસ્ત ના હિમાયતી વિદ્યાર્થી ઓ અને શાળા પરિવાર ની શાળા સંકુલ પ્રત્યે ફરજ પરસ્તી થી ખૂબ ખુશી વ્યક્ત કરતા અગ્રણી ઓના વરદહસ્તે વિદ્યાર્થી ઓને વિવિધ નિપુણતા બદલ પ્રોત્સાહિત કરતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા નાના ભૂલકા ઓને ઉત્સાહ ભેર શાળા માં પ્રવેશ થી શાળા સંકુલ કલરવ થી ગુંજી ઉઠ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું બનમુન આયોજન શાળા પરિવાર સ્ટાફ દ્વારા કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




