Gujarat

દેવભૂમિ દેવળીયા કકુંપગલા સાથે આંગણવાડી પ્રવેશોત્સવ યોજાયો

દેવભૂમિ દેવળીયા કકુંપગલા સાથે આંગણવાડી પ્રવેશોત્સવ યોજાયો

અમરેલી આઈ સી ડી એસ વિભાગ દ્વારા તા. ૨૭/૦૬/૨૫ ના રોજ દેવભૂમિ દેવળીયા ખાતે આંગણવાડી કેન્દ્ર દેવળીયા ૩ કોડ ૯૫ ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ ઉજવણી કરવામાં આવેલ, 3 વર્ષ પૂર્ણ કરી આંગણવાડી મા પ્રવેશ કરતા બાળકોના કકુંપગલા કરાવીને તેમજ સ્વાગત કેક કાપીને ભૂલકાઓને પ્રવેશ કરાવેલ જેમાં તાલુકા પંચાયત ના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, દેવભૂમિ દેવળીયા ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી નાથાલાલ સુખડીયા, લાઈજન અધિકારી પંકજભાઈ કલાવડીયા, આઈ.સી.ડી.એસ સુપરવાઈઝર દેવાંગીબેન ગૌસ્વામી, દેવળીયા ગામના કાર્યકર બહેનો તેડાગર બહેનો, બાળકો,વાલીઓ, ગ્રામજનો ઉજવણી મા મોટી સઁખ્યામાં હાજર રહેલ, તાલુકા પ્રમુખ શ્રી, સરપંચ શ્રી ના હસ્તે બાળકોને શેક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ,કાર્યક્રમમાં સુપરવાઈઝર દ્વારા બાળકોને આંગણવાડી મા મોકલવા તેમજ આંગણવાડી માંથી મળતી સેવાઓ વિશે સમજ આપવામાં આવેલ, બાળકોને પૂરક પોષણ આપીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250627-WA0219-2.jpg IMG-20250627-WA0220-1.jpg IMG-20250627-WA0221-0.jpg