Gujarat

જામનગરમાં ઘરેલું હિંસા અને સાયબર સેફટી અંગે મહિલાઓને માર્ગદર્શન

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા ડેપ્યુટી મેયર ક્રિશ્નાબેન સોઢાએ કરી હતી.

સામાજિક કાર્યકર પ્રેક્ષાબેન ભટ્ટે ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિશે માહિતી આપી. પી.એસ.આઈ. એચ.કે. ઝાલાએ સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા દ્વારા થતા ગુનાઓ અંગે વિસ્તૃત સમજ આપી. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા. કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા અને મુકેશભાઈ માતંગ, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર સહિત વિવિધ વિભાગોની ટીમો ઉપસ્થિત રહી હતી.

સાયબર ક્રાઈમ બ્રાન્ચ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી વન સ્ટોપ સેન્ટર અને PBSC, VMK ટીમના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા. મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીથી જાગૃતિ શિબિર સફળ રહ્યો. કાર્યક્રમનું સંચાલન ડિસ્ટ્રીક કોર્ડિનેટર બંસીબેન ખોડીયારે કર્યું હતું.