હાલોલ નગરપાલિકા દ્વારા શહેર માં ગેરકાયદે જર્જરિત સહિત પાલિકાની જગ્યામાં ઉભા કરાયેલ કાચા પાકા બાંધકામો દૂર કરવા હાથ ધરાયેલ મેગા ડીમોલેશનના ભાગ રૂપે બુધવારે સર્વે ન.29માં પાવાગઢ રોડ ગેરકાયદે ઉભા કરાયેલ પાકા છ મકાનો અને કતારબંધ દુકાનદારો ને અગાઉ પાલિકા દ્વારા નોટિસ આપી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં કબ્જેદારો એ પોતાની સ્વેચ્છાએ મકાનો દુકાનોમાંથી માલસામાન કાઢી લઈ જગ્યા ખાલી કરી દેતા પાલિકાએ જેસીબી અને હિટાચી મસીનથી બાંધકામોના સ્ટ્રક્ચર દૂર કર્યા હતા. તેમજ આગળ પણ દબાણો હોય તેમને પણ નોટિસ આપી જગ્યા ખાલી કરવા જણાવાયું છે.
હાલોલના હાર્દસમાં અરાદ ચોકડી પર આવેલ વર્ષો જુના બોમ્બે હાઉસમાં રહેતા અને દુકાનદારોને જગ્યા ખાલી કરવા નોટિસ આપતા બિલ્ડીંગમાં રહેતા લોકોએ સ્વેચ્છાએ ઘરો દુકાનોમાંથી માલ સામાન કાઢી લઈ જગ્યાઓ ખાલી કરી દેતા ચાર માળની તોતિંગ જર્જરિત બોમ્બે હાઉસ બિલ્ડીંગને ઉતારવા પાલિકાએ પ્લાનિંગ કર્યું છે.