ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓને આજે દિલ્લી બોલાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે.આજે પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને વિપક્ષના નેતાઓ સાથે બેઠક થશે.આ બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.
દિલ્હી ખાતેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ,પૂર્વ વિપક્ષ નેતાઓ સહિતના આગેવાનોની મહત્વની બેઠક થશે.આ બેઠકમાં ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર પણ બેઠકમાં હાજરી આપવા માટે દિલ્લી રવાના થયા છે.
શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ નવા અધ્યક્ષની પસંદગી માટે મહત્વની ચર્ચા થશે.
આ નેતાઓ રહેશે હાજર
ભરતસિંહ સોલંકી
અમિત ચાવડા
સિદ્ધાર્થ પટેલ
પરેશ ધાનાણી
શક્તિસિંહ ગોહિલ
ગેનીબેન ઠાકોર
શૈલેષ પરમાર

