બાવળા નજીક ઓમ સિગ્નલ પાસે એક ગંભીર રેલવે અકસ્માત સર્જાયો છે. બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન નીચે બે અજાણ્યા વ્યક્તિઓ કચડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
રેલવે પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી.
રેલવે પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે અને મૃતકોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા આ અકસ્માતના ચોક્કસ કારણો અને સમયની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

