National

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારવાની ઘટના

સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારી હતી, જેના કારણે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મામલે એરલાઇનના જણાવ્યા અનુસાર, જ્યારે કાર્ગો ટ્રક વિમાનના સંપર્કમાં આવ્યો ત્યારે તે થર્ડ પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલર દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. અકસ્માત બાદ, એરલાઇન્સે કહ્યું કે તેઓએ વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ શરૂ કર્યું છે અને ઘટનાની તપાસ કરી રહ્યા છે.

વધુમાં અકાસા એરએ જણાવ્યું હતું કે, જ્યારે કાર્ગો ટ્રક તેના સંપર્કમાં આવ્યો ત્યારે વિમાન પાર્ક કરવામાં આવ્યું હતું.

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “એક તૃતીય પક્ષ ગ્રાઉન્ડ હેન્ડલર, કાર્ગો ટ્રક ચલાવતી વખતે, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાર્ક કરેલા અકાસા એરના વિમાનના સંપર્કમાં આવ્યો હતો.”

“હાલમાં વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ ચાલી રહ્યું છે, અને અમે તૃતીય પક્ષ ગ્રાઉન્ડ હેન્ડલર સાથે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ,” પ્રવક્તાએ ઉમેર્યું.

અકસ્માતને કારણે વિમાનને કેટલું નુકસાન થયું તે હજુ સ્પષ્ટ નથી, સ્થળ પરથી લેવામાં આવેલા ફોટામાં વિમાનની એક પાંખ ફાટી ગઈ છે અને તે ટ્રકમાં થોડી ઘૂસી ગઈ છે તે જાેવા મળે છે.