તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફે ખાનગી બાતમીના આધારે વ્યારા નજીકથી એક કારમાંથી મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
કારમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની કુલ 2059 બોટલો મળી આવી હતી. આ બોટલોમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ ભરેલો હતો. ઝડપાયેલ દારૂની અંદાજીત કિંમત ₹7,09,900 થાય છે.
ASI બિપીનભાઇ રમેશભાઇ અને HC લેબજીભાઇ પરબતજીને બાતમી મળી હતી કે વ્યારા તરફ એક કિઆ સેલ્ટોસ કાર (નં. GJ-01-KY-8158) દારૂ ભરેલી આવી રહી છે. આ માહિતીના આધારે પોલીસે પાનવાડીથી સરૈયા તરફ જતા માર્ગ પર પેટ્રોલીંગ શરૂ કર્યું.
પાનવાડી પાસે મઢુલી હોટલ નજીક શંકાસ્પદ કારને પીછો કરી ભાટપુર ત્રણ રસ્તા નજીક રોકવામાં આવી. કારમાંથી ખાખી પીઠાવાળા બોક્સ અને છુટ્ઠી બોટલો મળતાં તપાસ કરતા અંદર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો. કાર ચલાવનાર જગદીશ કેશારામ બિશ્નોઇ મૂળ બાડમેર, રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે. હાલ તે સુરતના પિપોદરા વિસ્તારમાં રહે છે.

