National

UPI એ એક દિવસમાં ૭૦.૭ કરોડ ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કરી મોટી સિદ્ધિ હાંસલ કરીપ!!

(નિખિલ ભટ્ટ)

UPIનું પૂરું નામ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ છે. ભારતમાં તેની સત્તાવાર લોન્ચિંગ ૧૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ થઈ હતી અને તે લોકો માટે ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ઉપલબ્ધ થયું હતું UPIએ પૈસા મોકલવા અને મેળવવાનું કામ સરળ બનાવ્યું છે. ભારતમાં નાની દુકાનોથી લઈને મોટા મોલ સુધી તેનો ઉપયોગ થાય છે. સામાન્ય લોકો પણ એકબીજા સાથે તેના દ્વારા લેવડ-દેવડ કરે છે.

ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ UPIએ ૭૦.૭ કરોડ ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કર્યો છે. આ આંકડો અમેરિકાની વસ્તી (લગભગ ૩૫ કરોડ) કરતાં બમણો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ ઠ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. આ આંકડો દર્શાવે છે કે ભારતમાં UPI ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ જાેઈએ તો આ સંખ્યા સતત વધી રહી છે. ૨૦૨૩માં એક દિવસમાં ૩૫ કરોડ ટ્રાન્ઝેક્શન થતા હતા. આ પછી, ઓગસ્ટ ૨૦૨૪માં આ આંકડો ૫૦ કરોડ પર પહોંચ્યો હતો.

UPI એ હવે વૈશ્વિક પેમેન્ટ જાયન્ટ ફૈજટ્ઠને પણ પાછળ છોડી દીધું છે. જુલાઈ ૨૦૨૫માં લગભગ ૨૫ લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ૧૯.૫ અબજ ટ્રાન્ઝેક્શન થયા એટલે કે દરરોજ સરેરાશ ૬૫૦ મિલિયન ટ્રાન્ઝેક્શન અને કુલ મૂલ્ય લગભગ રૂ.૮૩,૦૦૦ કરોડ રહ્યું. હાલમાં, ભારતમાં થતા તમામ ડિજિટલ પેમેન્ટમાંથી ૮૫% અને વિશ્વના કુલ રિયલ-ટાઇમ પેમેન્ટમાંથી લગભગ ૫૦% હિસ્સો UPI દ્વારા થાય છે. UPI દર મહિને ૫-૭%ની વૃદ્ધિ અને વાર્ષિક ૪૦%ની વૃદ્ધિ દર્શાવી રહ્યું છે, જે તેને ભવિષ્યનું સૌથી ભરોસાપાત્ર ડિજિટલ પેમેન્ટ માધ્યમ બનાવે છે.