Gujarat

સૂત્રાપાડાના મોરડીયા ગામે સિંહોના આંટાફેરા – તોહાણ વિસ્તારના માર્ગ પર બે ડાલામથ્થા દેખાયા

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોરડીયા ગામમાં સિંહોના આંટાફેરા જોવા મળ્યા છે. મોરડીયા ગામના તોહાણ વિસ્તારમાં જતા માર્ગ પર બે ડાલામથ્થા (યુવાન સિંહ) દેખાયા હતા.

આ સિંહો રોડ પર આવી ચડતા સ્થાનિક લોકોએ તેમના વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા માં વાઈરલ થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અવારનવાર સિંહોના આટા ફેરા જોવા મળતા હોય છે

ગીર વિસ્તારમાં સિંહોની વસ્તી વધવાની સાથે તેઓ જંગલની બહાર આસપાસના ગામડાઓમાં પણ જોવા મળે છે. વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સિંહો દેખાય ત્યારે સાવચેતી રાખવા અને સલામત અંતર જાળવવા સૂચના આપવામાં આવે છે.