Gujarat

જામનગરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 8 આરોપીઓ ઝડપાયા, રૂ.3.03 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર, જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર અને કૃપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી.

જામનગરના સેતાવાડમાં ધ્રુવફળી શેરી નંબર-2માં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આઠ શખ્સોને પકડી પાડવામાં આવ્યા. આરોપીઓ પાસેથી રોકડ રૂ.1,03,500, આઠ મોબાઇલ ફોન કિંમત રૂ.40,000, ચાર મોટરસાયકલ કિંમત રૂ.1,60,000 અને ગંજીપત્તાના પાના મળી કુલ રૂ.3,03,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પકડાયેલા આરોપીઓમાં ભરત દાવડા, બિપિન, અલ્પેશ પરમાર , ઇલિયાસ ભારમલ, ભનુ દાવડા, ચંદ્રેશ બોરસરા, વિશાલ રાઠોડ અને મહેશ બોરસરાનો સમાવેશ થાય છે.