જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.
ભેસાણ પોલીસ સ્ટેશન ના પી.આઈ સુમરા સાહેબે 42 ગામડાઓના સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચશ્રીઓ, આગેવાનો તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી સક્રિય ભાગ લીધો.આ પરિસંવાદમાં પોલીસ દ્વારા માર્ગદર્શન પૂર્વ પડાયું હતું જેમાં ખાસ કરીને
ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બનાવ બને ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની જરૂરીયાત ગ્રામ્ય વિસ્તારોમાં CCTV કેમેરા સ્થાપનનું મહત્વ અને માર્ગદર્શન નવા કાયદાઓ અંગે જાગૃતિ (BNSS, BNS, BSA અને SHE ટીમ કામગીરી ટ્રાફિક અવેરનેસ માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ સાયબર અવેરનેસ તેમજ ત્રણ વાત તમારી ત્રણ અમારી તેરા તુજકો અર્પણ જેવા કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન તૈયાર કરી સવિસ્તાર સમજ આપવામાં આવી, જેથી ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા અને નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવા માટે પી,આઇ એસ , આઇ , સુમરા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર,મહેશ કથીરિયા