ટેલિવિઝનના પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ’ની 19મી સિઝન 24 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે શોમાં ‘અનુપમા’નો અનુજ એટલે કે ગૌરવ ખન્નાનું નામ કન્ફર્મ થઈ ગયું છે. શોમાં ગુજરાતી નેહલ ચુડાસમાની એન્ટ્રી પણ નક્કી થઈ ગઈ છે.
ઉપરાંત ‘સ્પ્લિટ્સવિલા’ ફેમ બશીર અલી, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અવેઝ દરબાર અને નગમા મિરાજકર, ‘પટિયાલા બેબ્સ’ ફેમ અશનુર કૌર, ‘ગેંગ્સ ઓફ વાસેપુર 2’નો કો-રાઇટર ઝિશાન કાદરી, એક્ટર અભિષેક બજાજ અને યુટ્યૂબર મૃદુલ તિવારીના નામ કન્ફર્મ છે.
‘મિસ યુનિવર્સ 2018’માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી નેહલ ચૂડાસમા ગુજરાતી છે. તેણે ‘મિસ ડિવા યુનિવર્સ 2018’નો ખિતાબ જીત્યો હતો. તેના પરિવારમાંથી મૉડલિંગમાં આવનારી તે પહેલી યુવતી છે. 13 વર્ષની ઉંમરે માતા ગુમાવનારી નેહલે પિતાને મનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. આજે તેના પિતાને તેના પર ગર્વ છે.